← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાધાનો રુસણો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નહીં બોલું, કાના, નહીં બોલું,
તારી વાંસળીનો ભેદ આજે ખોલું…

મધરાતે જમુનાને કાંઠે બોલાવી,
તું તો બેઠો ગોપીઓની ટોળી જમાવી;
મારી મટકી ફોડી, તેં ભીંજવી ચોળી,
હવે હૈયાની ગાંઠ કેમ ખોલું?
નહીં બોલું, કાના…

મોરપીંછ માથે ને મોહન મુસકાય,
જોઉં ત્યાં રીસ મારી ઓગળી જાય;
પાંપણ ઢાળું તોય મીઠો તું દેખાય,
હવે ત્રાજવે હું રીસને શું તોલું?
નહીં બોલું, કાના…

પરાગ કહે: રાધાની રીસ તો રાસ,
રીસે રીસે વધતી કાનાની પ્યાસ;
રીસનો દોરો ને પ્રીતની ફીરકી,
પછી આખું આકાશ હું તો ડોલું!
નહીં બોલું, કાના…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતું આવ્યોઆગલો લેખ →ઑનલાઇન મ્હેફિલ