← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમરસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમરસ પાજે રે, શ્યામ, મને પ્રેમરસ પાજે,
બીજું કંઈ ના માગું, વહાલા, એક જ આ ઘટ આજે.

જ્ઞાનની પોથી ભારે લાગે, શબ્દ ન સમજાય,
તપ ને જપમાં થાકી જાઉં, મન ક્યાંય ન ઠેરાય;
તારી વાંસળીનો એક સૂર, હૈયાને ભીંજાવે આજે…
પ્રેમરસ પાજે રે…

મીરાંએ પીધો ઝેર ગણીને, થઈ ગયો અમૃતધાર,
નરસૈયાએ ગાયો ઝૂમી, ખૂલ્યાં પ્રભુનાં દ્વાર;
હું તો અબુધ ગોવાળણ, શ્યામ, મારી ઝોળી લાજે…
પ્રેમરસ પાજે રે…

પરાગ કહે: એ રસ જેણે પીધો, ભૂલ્યો આખો સંસાર,
ના કંઈ ગમતું, ના કંઈ ખપતું, બસ એક જ નંદકુમાર;
ઘૂંટ એક જો આપે, વહાલા, તો જનમ સફળ થઈ જાજે…
પ્રેમરસ પાજે રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકેસરિયો રંગઆગલો લેખ →પહેલી પંક્તિ