← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેસરિયો રંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાગ્યો કેસરિયો રંગ, માડી, લાગ્યો કેસરિયો રંગ,
સરહદે ઊભો દીકરો તારો, વીર જવાનોની સંગ.

બરફે ઢાંકી રાતો રે માડી, પવન સૂસવતો વાય,
તારી ગૂંથેલી ઊનની ટોપી, હૈયે હૂંફ થઈ જાય;
તારા હાથનો શીરો યાદ આવે, ભૂખમાં ભરે ઉમંગ…
લાગ્યો કેસરિયો રંગ…

ગામે મેળો ભરાશે માડી, હું નહીં આવી શકું,
તારે આંગણે દીવો મૂકજે, હું અહીંથી ઝબકું;
દેશના સૌ આંગણ સલામત, એ જ મારો રે ઢંગ…
લાગ્યો કેસરિયો રંગ…

પરાગ કહે: એક ચિઠ્ઠી આવી, ધ્રૂજતે હાથે વંચાઈ,
‘માડી, ના રડજે’ — છેલ્લા અક્ષરે, આંખ આખી છલકાઈ;
તિરંગે લપેટી કાયા આવી, ગામ ઊભું દંગ…
લાગ્યો કેસરિયો રંગ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવિદાયઆગલો લેખ →પ્રેમરસ