પ્રેમનું પ્રશ્નપત્ર
પ્રશ્ન ૧. ખાલી જગ્યા પૂરો:
તારા વગરની સાંજ એટલે ________.
(સૂચના: જવાબ લખવા આખો કાગળ ઓછો પડે તો
આંખોનો ઉપયોગ કરી શકાશે.)
પ્રશ્ન ૨. જોડકાં જોડો:
વરસાદ — ઓશીકું
તારી યાદ — છત્રી વગરનો હું
રાત — તારું નામ
પ્રશ્ન ૩. ટૂંકનોંધ લખો:
‘આપણે’.
(શબ્દમર્યાદા: એક જ શબ્દ.)
પ્રશ્ન ૪. સાચું કે ખોટું:
પ્રેમમાં
બધું જ ભૂલી જવાય છે.
પરિણામ આવ્યું.
હું નાપાસ થયો —
કારણ કે
ચોથા પ્રશ્નનો જવાબ લખવા બેઠો
ને તું
યાદ આવી ગઈ.
– પરાગ રતનપરા