← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમનો પંથ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમનો પંથ રે કાંટાળો, તોય લાગે ફૂલની ગલી,
જે ચાલ્યો એ ઘેર ન આવ્યો, આખી દુનિયા ભલી ભલી.

નહીં નકશો, નહીં દીવાદાંડી, નહીં કોઈ વળાંકનું નામ,
પગલે પગલે પૂછે ધરતી: ‘ક્યાં જાવું છે? ક્યાં છે ગામ?’
આંખો મીંચી ચાલે તેને મળતી મંજિલ અલી ભલી…
પ્રેમનો પંથ રે…

મીરાં ચાલી, રાધા ચાલી, ચાલ્યા લૈલા ને મજનૂ,
કોઈએ ઝેર પીધું, કોઈએ રેતી ખાધી, કોઈ રહ્યું ઝૂરતું;
તોય પૂછો તો સૌ કહે છે: ‘મીઠી વાટ હતી વળી’…
પ્રેમનો પંથ રે…

પરાગ કહે: આ પંથે ભાઈ, પાછું વાળી ન જોવું,
જેને ખોવું, તેને મળવું, જે મળ્યું તે ખોવું;
અંતે ખુદ ખોવાય, ત્યારે આવે મંઝિલ ઢળી ઢળી…
પ્રેમનો પંથ રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભારે પડેઆગલો લેખ →ભરતી