ભારે પડે
જીતવું તો છે સરળ, પણ હારવું ભારે પડે,
દોસ્તને જીતાડવા ખુદ ઝૂકવું ભારે પડે;
ઢોલ પીટી જગ કહે છે: ‘એ જ સાચો વીર છે’,
ઝેર પીને મૌન હસતાં જીવવું ભારે પડે.
– પરાગ રતનપરા
જીતવું તો છે સરળ, પણ હારવું ભારે પડે,
દોસ્તને જીતાડવા ખુદ ઝૂકવું ભારે પડે;
ઢોલ પીટી જગ કહે છે: ‘એ જ સાચો વીર છે’,
ઝેર પીને મૌન હસતાં જીવવું ભારે પડે.
– પરાગ રતનપરા