← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમના અનુભવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પહેલા પ્રેમમાં
મેં એને ગુલાબ આપ્યું;
એણે કહ્યું: ‘મને એલર્જી છે.’

બીજા પ્રેમમાં
મેં કવિતા લખી;
એણે પૂછ્યું: ‘આનાથી પગાર વધે?’

ત્રીજા પ્રેમમાં
હું ચૂપ રહ્યો;
એણે કહ્યું: ‘તું તો બહુ બોરિંગ છે.’

ચોથી વાર
મેં કશું ન કર્યું —
બસ એની સાથે
ટપરી પર
કટિંગ ચા પીધી.

એ હસી પડી.
આજે પચીસ વર્ષ થયાં,
અમે હજી
એ જ ટપરીની
કટિંગ વહેંચીએ છીએ.

પ્રેમ
ગુલાબમાં નથી,
કવિતામાં નથી,
મૌનમાં પણ નથી;
એ તો
અડધી ચામાં છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજીવતી કવિતાઆગલો લેખ →આવો હરિ