← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રવાસી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી ઘર કે નથી ખેતર, ગગનનો હું પ્રવાસી છું,
ખરેલા પાન જેવો બસ, પવનનો હું પ્રવાસી છું.

ખરીદ્યાં ખેત, ઘર, ગાડી, લખાવ્યું નામ તકતી પર,
બધું છોડી જવું પડશે, જનમનો હું પ્રવાસી છું.

કદી હું ફૂલ થઈ મ્હેક્યો, કદી ભમરો બની ગુંજ્યો,
નથી માળી, નથી માલિક, ચમનનો હું પ્રવાસી છું.

ટિકિટ તો એક-તરફી છે, નથી પાછું વળી જોવું,
મળે મંઝિલ, મળે ઈશ્વર, ભજનનો હું પ્રવાસી છું.

પરાગે મ્હેક વેરી છે, ઘણું જીવ્યો, ઘણું ગાયું,
ધવલ ચાદર હવે ઓઢી, કફનનો હું પ્રવાસી છું.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રવાસ #જીવનયાત્રા #ક્ષણભંગુર #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Traveller #LifeJourney #Transience #Spirituality #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનીલકંઠઆગલો લેખ →લગનગાળો