← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નીલકંઠ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જગતનું હળાહળ ગળામાં સમાવ્યું,
જટામાં ઉછળતી નદીને શમાવ્યું;
ન સોનું, ન મેવા, ન માગ્યું કશું, પણ
સ્મશાને ય ડમરું બજાવી નચાવ્યું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખટેવાઈ ગ્યોઆગલો લેખ →પ્રવાસી