← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પૂજા છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિરાશાના સમયમાં હૂંફની બે વાત પૂજા છે,
કણસતા કોઈ દરદીની ઉજાગર રાત પૂજા છે.

ચડાવો છત્ર સોનાનાં ભલે તમ દેવના દ્વારે,
અભાગી કોઈ બાળકને ધરેલો ભાત પૂજા છે.

અહંનો ભાર લઈ તીરથ ઘણાં ફરિયા, છતાં કોરા,
પરાયાં આંસુ લૂછી લ્યો, વિસારી જાત પૂજા છે.

ભજનનાં ભૂંગળાં ગાજે, ન સૂવા દે પડોશીને,
ખુદાને તો ગમે છે બસ, હૃદય-સોગાત પૂજા છે.

પરાગે ફૂલ ના તોડ્યાં કદી પૂજા ચડાવાને,
હસે છે ડાળ પર જે, એ ખરું સાક્ષાત પૂજા છે.

– પરાગ રતનપરા

#ગઝલ #સેવા #માનવતા #ભક્તિ #કરુણા #પરાગરતનપરા
#GujaratiGhazal #ServiceIsWorship #Humanity #TrueDevotion #Compassion #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશેઢે શેઢેઆગલો લેખ →દર્શને