← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શેઢે શેઢે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણને જોઈ શેઢે શેઢે મોલ ઝૂલ્યા ને ઝૂક્યા,
બાવળિયાએ કાંટા છોડી પીળાં ફૂલડાં મૂક્યાં.

તું ચાલી ત્યાં ઘઉંની ઊંબી કાનમાં ગાવા લાગી,
ટીટોડીએ ટહુકો કર્યો ને સીમ આખી જાગી;
પાણીના ધોરિયાએ પગલાં ચૂમી વહેવું ચૂક્યાં…
આપણને જોઈ…

વડલાની ડાળે બેઠેલાં સૂડાં કરે સવાલ,
‘આ બેઉ શીદને મલકે છે? શું છે કોઈ કમાલ?’
પવને હળવેથી કીધું: ‘ચૂપ, હૈયાં હૈયે ઢૂક્યાં’…
આપણને જોઈ…

પરાગ કહે: જ્યાં પ્રીત પાંગરે, ત્યાં કુદરત હરખાય,
સૂકી ધરતી પણ પાંદડે પાંદડે લીલી થાય;
આપણે તો બસ સાથ ચાલ્યાં, ઝાડવાં ગીતો ફૂંક્યાં…
આપણને જોઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકહ્યું નહીંઆગલો લેખ →પૂજા છે