← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પંખીતીર્થ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખડકની ટોચ પર બેઠાં વિહંગો ધ્યાન કરવાને,
ગગન આખું ઉતરતું હોય જાણે સ્નાન કરવાને.

ન મંદિર છે, ન ઘંટારવ, ન પૂજારી, ન કો ભજનો,
છતાં પાંખો ઉઘાડે છે બધાં ગુણગાન કરવાને.

અમે તો પાંજરે પૂરી ચણે દાણા જ દીધા, પણ,
ચહે છે એ ખુલા આકાશનું જઈ પાન કરવાને.

પ્રભાતે ઊડતા પંખી તણી હારો નિહાળીને,
થયું, ઈશ્વર લખે અક્ષર ધરાને ભાન કરવાને.

પરાગે પાંખ માગી’તી, ખુદાએ હાથ દીધા બસ,
ઉડાડું શબ્દનાં પંખી ગગનને દાન કરવાને.

– પરાગ રતનપરા

#ગઝલ #પંખી #પ્રકૃતિ #સ્વતંત્રતા #આકાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Birds #Nature #Freedom #SacredSky #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખપહેલી રાતઆગલો લેખ →ઈર્ષ્યા