પેન
પેન ખોલું છું,
કાગળ સામે છે,
ને શાહીમાંથી
એક હરણ ડોકાય છે.
એ તરસ્યું છે.
કાગળના રણમાં
દોડે છે,
દોડે છે —
જ્યાં શબ્દોનું જળ
ચળકતું દેખાય છે.
હું લખું છું:
‘પ્રેમ’,
‘મા’,
‘વરસાદ’.
હરણ અટકે છે,
જીભ ફેરવે છે,
ને પાછું ફરે છે —
રેતી જ નીકળી.
આજે રાતે
હું કશું નહીં લખું.
હરણને
ઊંઘવા દઈશ.
કદાચ સપનામાં
એને સાચું ઝરણું જડે.
– પરાગ રતનપરા