← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પીધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન પ્યાલો, ના સુરા, સાકી, અમે તારી નજર પીધી,
હતી એવી નશીલી કે અમે આખી ઉમર પીધી.

સુરાહીમાં ભરી'તી ચાંદની, પ્યાલે ઉષા, સાકી,
અમે તો રાતભર જાગી, પછી આખી સહર પીધી.

જગતના સૌ સમાચારો, હજારો ચૅનલો જોતાં,
અમે તો માત્ર બાના પત્રની ઝીણી ખબર પીધી.

ન મંઝિલ કે ન નકશો કે સહારો કોઈ દીવાનો,
અમે તો ધૂળ રસ્તાની, અને આખી સફર પીધી.

પરાગે ફૂલની પ્યાલી ભરી'તી ઓસથી, સાકી,
પવનની એક ઝીણી મ્હેકતી ભીની લહર પીધી.

– પરાગ રતનપરા

#ગઝલ #સાકી #સૂફી #નશો #મુસાફરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Saqi #SufiPoetry #Intoxication #Journey #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગભરાતો હતોઆગલો લેખ →શબ્દકોશ