← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પત્રમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં લખી’તી ગામની આખી ઉદાસી પત્રમાં,
ને હતી ચાંદા વગરની એ અગાસી પત્રમાં.

બા અભણ છે, એ જ બોલે, આંસુ રોકી ના શકે,
ને લખે છે તેમ ભીનું એક માસી પત્રમાં.

માસ વીતે ત્યાં મળે, ને પ્રેમ તો તાજો મળે,
ગામની ખબરો બધી યે આજ વાસી પત્રમાં.

તેં જણાવ્યું, ડૉલરોથી ઘર ભરેલું છે સુખી,
તોય તારી આંખ લાગી સાવ પ્યાસી પત્રમાં.

મેં પરાગે મ્હેક બીડી મોકલી તો’તી, છતાં
મ્હેક રસ્તામાં જ ઊડી, એ પ્રવાસી પત્રમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #પત્ર #ગામ #માની_યાદ #પરદેશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Letters #VillageLife #MothersLove #Diaspora #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલીમડો બોલ્યોઆગલો લેખ →છતાં પણ