← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગિયું ને પ્રોફેસર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રોફેસર સાહેબે
વર્ગમાં પતંગિયા પર
બે કલાક લેક્ચર આપ્યું —
પાંખનાં ભીંગડાં,
રંગનાં રસાયણ,
ઈંડું, ઇયળ, કોશેટો…
બોર્ડ ભરાઈ ગયું.

બારીની બહાર
એક સાચું પતંગિયું
ફૂલે ફૂલે ફરતું હતું,
ને ચોકીદારનો નાનકો
એની પાછળ
ખિલખિલ હસતો દોડતો હતો.

પરીક્ષામાં
પ્રોફેસરને પૂરા માર્ક્સ મળત.

પણ પતંગિયાને
ખરેખર કોણ ઓળખતું હતું,
એ તો
પેલું હાસ્ય જ જાણે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવાતો કરુંઆગલો લેખ →તાળી મળી