← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરીક્ષા ચાલુ છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જીવનની પરીક્ષા ચાલુ છે, ભઈ, પેપર કોઈ ન ફૂટે,
સિલેબસ તો રોજ બદલાય, ને સાહેબ કદી ન છૂટે!

બાળપણમાં માએ પૂછ્યું: ‘હોમવર્ક કર્યું કે નહીં?’
મોટા થયા તો બૉસે પૂછ્યું: ‘ટાર્ગેટ થયું કે નહીં?’
ઘેર પૂછે ઘરવાળી: ‘શાક લાવ્યા?’ — સવાલ ગળે ઘૂંટે,
જીવનની પરીક્ષા ચાલુ છે…

કોપી કરવા બાજુમાં જોયું, પાડોશી પણ ખાલી,
એનું પેપર મારાથી પણ વધારે હતું ખાલી;
ઉપરવાળો સુપરવાઇઝર, માર્ક ન આપે, લૂંટે!
જીવનની પરીક્ષા ચાલુ છે…

પરાગ કહે: આ પરીક્ષામાં નાપાસ થવાનો ડર શો?
છેલ્લો ઘંટ વાગે ત્યારે સૌનો સરખો નંબર હો;
જે હસીને પેપર લખે, એનું ભાગ્ય અચૂક ઊઠે!
જીવનની પરીક્ષા ચાલુ છે…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખભીની સિમેન્ટઆગલો લેખ →ગજરો કોનો?