← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરપોટા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાયદા તારા સજનવા, કેટલા મોટા હતા,
સ્પર્શતાં જે ફૂટતા'તા, સાબુ-પરપોટા હતા.

ચાંદ તારા તોડવાની વાત જે કરતા સદા,
એમના ઘરમાં ય પાણી? એક-બે લોટા હતા.

મેં હૃદય સોંપ્યું તને સાચા સુવર્ણે, મન ભરી,
ને પરતમાં તેં ગણેલા, એ બધા ખોટા હતા.

આંગણે દીવા હતા ને પાછળે ઘર બાળતા,
ઓરડામાં ઝેર જેવા ધૂમના ગોટા હતા.

તોય તારા નામના દીવા ‘પરાગે’ રાખિયા,
આપણે જ્યાં બેસતાં'તાં, સાંજના ઓટા હતા.

– પરાગ રતનપરા

#ગઝલ #વાયદા #દગો #તૂટેલુંદિલ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #BrokenPromises #Betrayal #Heartbreak #Irony #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખજૂનું ઘરઆગલો લેખ →હસ્યા કરો