← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પપ્પાનો પલંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાની હતી ત્યારે
વાવાઝોડાની રાતે
હું પપ્પાના પલંગમાં
ઘૂસી જતી —
એમની છાતી
મારે માટે કિલ્લો હતી.

આજે પપ્પા
હૉસ્પિટલના પલંગ પર છે,
ને મશીનની બીપ બીપ
વીજળીના કડાકા જેવી વાગે છે.

હું એમનો હાથ પકડીને
પાસે બેસું છું.
એ આંખ ઉઘાડીને
ધીમેથી પૂછે છે:
‘બીક લાગે છે, બેટા?’

ત્યારે સમજાય છે —
કિલ્લો તો
હજી પણ એ જ છે,
ફક્ત હવે
ચોકી
મારે કરવાની છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૮૬૪૬–૮૬૬૫આગલો લેખ →હપ્તે