પનિહારી
કૂવે ગઈ'તી પાણી ભરવા, ભરી લાવી ચાંદો રે,
માથે બેડું, બેડે ચાંદો, ચાંદે કોનો વાંધો રે?
સીંચણિયું સીંચું ત્યાં વાગી વાંસલડીની તાન,
દોરડું છૂટ્યું, બેડું ડૂબ્યું, ભૂલી ગઈ હું ભાન;
પાણી તો પાતાળે રહ્યું ને હૈયે પડ્યો ગાંઠો રે…
કૂવે ગઈ'તી પાણી ભરવા…
પાછી વળતાં સાસુ પૂછે, ‘ક્યાં ગયું'તું ધ્યાન?’
મેં તો કીધું, ‘કૂવો ઊંડો, ને ઊંડું આસમાન’;
બેડામાં જ્યાં ડોકું કાઢ્યું, મલક્યો કોઈ કાનો રે…
કૂવે ગઈ'તી પાણી ભરવા…
પરાગ કહે: આ સોળ વરસની ઉંમરનો છે જાદુ,
પાણી ભરવા જાય ને આવે ભરી ગગનનું સાધુ;
બેડું ખાલી, હૈયું છલકે, આ તે કેવો નાતો રે?
કૂવે ગઈ'તી પાણી ભરવા…
– પરાગ રતનપરા