પણ સાંભરે
બર્ફ વચ્ચે ઠીંગરાતાં તાપણું પણ સાંભરે,
ને દિવાળી આવતાં તો બારણું પણ સાંભરે.
ફ્લૅટમાં બાળક રડે છે, આંસુ લૂછે કોણ ને,
હાથ માનો જ્યાં ઝુલાવે, પારણું પણ સાંભરે.
રંગબેરંગી દુપટ્ટા મૉલમાં લટકે છતાં,
શીશ પર બાના હતું જે ઓઢણું પણ સાંભરે.
પાર્કમાં કાર્પેટ જેવું ઘાસ જોઉં છું અહીં,
છાણથી બા લીંપતી એ આંગણું પણ સાંભરે.
આ ‘પરાગે’ બર્ગરોથી ભૂખ ભાંગી, તોય પણ,
ફૂંક દઈ ચૂલે કરેલું રાંધણું પણ સાંભરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પરદેશ #ઝુરાપો #ઘરનીયાદ #માની #પરાગરતનપરા
#GujaratiGhazal #Homesick #NRILife #MissingHome #Nostalgia #ParagRatanpara