← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પણ ક્યાં છે, કહો?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વેર રાખું એટલો અવકાશ પણ ક્યાં છે, કહો?
પ્રેમ કરવા જેટલા યે શ્વાસ પણ ક્યાં છે, કહો?

ડાયરીમાં ઘાવની યાદી લખી’તી વર્ષભર,
એ ઉઝરડાઓ તણો આભાસ પણ ક્યાં છે, કહો?

વાડ માટે બે પડોશી જિંદગીભર ઝૂઝતા,
આજ બંને આંગણે ઉલ્લાસ પણ ક્યાં છે, કહો?

મિત્રને મળવા ગયો’તો, માફ કરવાની ઘડી,
હાર ફોટા પર હતો, સહવાસ પણ ક્યાં છે, કહો?

ફૂલ ખરવાનું થયું, ખુશ્બૂ વહેંચી દે, ‘પરાગ’,
આ પછી ડાળે ય તારો વાસ પણ ક્યાં છે, કહો?

– પરાગ રતનપરા

#ગઝલ #ક્ષમા #ટૂંકુંજીવન #વેર #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Forgiveness #LifeIsShort #LetGo #ChooseLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસૂરજઆગલો લેખ →ખાનદાની