← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પણ જોઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ધન ભલે હો, માન હો, પણ સાદગી પણ જોઈએ,
ઘંટનાદો મંદિરે, પણ બંદગી પણ જોઈએ.

વાળ ધોળા થઈ ગયા ને સ્હેજ ઝૂકેલી કમર,
રોજ ઊગે સૂર્ય, એવી તાજગી પણ જોઈએ.

બંગલો છે, કાર છે, ને બૅંકમાં ધન છે ઘણું,
શ્વાસની સાથે ધબકતી જિંદગી પણ જોઈએ.

ઝાડુ લઈને હાથમાં, ને ફ્લેશ ઝબકી, તો ય પણ
સાફ રસ્તે શું કરે એ? ગંદગી પણ જોઈએ!

આ ‘પરાગે’ એ જ જાણ્યું, કોણ પોતાનું ખરું,
ઓળખે સાચા સગાને, માંદગી પણ જોઈએ.

– પરાગ રતનપરા

#ગઝલ #સાદગી #જીવનમૂલ્યો #વ્યંગ #સાચાસંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Simplicity #LifeValues #Satire #TrueRelations #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમાતૃભાષાઆગલો લેખ →એટલું દેજે