← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલું ડગલું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ ઊભો થાય છે,
પડે છે,
ફરી ઊભો થાય છે —
આજે અગિયારમી વાર.

ન કોઈ પ્રેરણાનું પુસ્તક વાંચ્યું,
ન કોઈ વીડિયો જોયો,
ન કોઈ ગુરુ.

બસ,
સામે મા બેઠી છે
હાથ ફેલાવીને.

આપણે મોટા થઈને
પડવાનું તો ભૂલ્યા નથી,
ઊભા થવાનું પણ નહીં —
બસ,
સામે ફેલાયેલા હાથ
ખોઈ બેઠા છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝૂંપડીના રાજાઆગલો લેખ →નિવાસ