← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો પ્રેમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારો પહેલો પ્રેમ
એક આંબલી હતી —
નિશાળના રસ્તે,
વળાંક પાસે.

એના કાતરા
મેં ખિસ્સામાં ભરીને
આખી વાર્ષિક પરીક્ષા
ખાટી કરી નાખી હતી.

એની ડાળે
મેં પહેલી વાર
ઝૂલો બાંધ્યો,
પહેલી વાર પડ્યો,
ને પહેલી વાર
રડ્યા વગર ઊભો થયો.

ગયા વરસે ગામ ગયો.
ત્યાં હવે
ચાર માર્ગી રસ્તો છે,
ને પેટ્રોલ પંપ.

હું ગાડી રોકીને ઊભો રહ્યો,
ને મારી જીભ પર
એક ખાટો સ્વાદ
આવીને અટકી ગયો —
જેમ પહેલા પ્રેમનું નામ
આજે પણ
હોઠ સુધી આવીને
અટકી જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદ્વિધામાંઆગલો લેખ →ધાબળાનું દાન