← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો મેહ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભે ઘેર્યાં વાદળ, ને મોર બોલ્યો ઝાંપે,
ખેડૂના કાળજડે આજે ઉમંગ નહીં માપે.

હળ લીધું ખભે, ને બળદ જોડ્યા બેઉ,
ઘરવાળી કહે: ‘સાથે આવું? ભાથું હું લઈ લેઉં?’
ઝરમર ઝરમર વરસે, ને ધરતી હરખે કાંપે…
આભે ઘેર્યાં વાદળ…

છોકરાં નાચે ફળિયે, ને ગાય ઊભી ભીંજાય,
ચૂલે મકાઈ શેકાય, ને આખું ઘર હરખાય;
વીજળી ઝબકે ત્યારે બા ‘રામ રામ’ જાપે…
આભે ઘેર્યાં વાદળ…

પરાગ કહે: વાદળ તો કાલે ય ફરી આવે,
પણ પહેલા વરસાદની મ્હેક કોણ પાછી લાવે?
એ મ્હેક ભરી રાખું છું હું ગીત કેરા માપે…
આભે ઘેર્યાં વાદળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકવિઆગલો લેખ →નડે છે