← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી મુલાકાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપ સામે આવતાં મેં તો નજર ઢાળી હતી,
વાત હોઠે આવતાં પ્હેલાં જ મેં ટાળી હતી.

ચા ધરી ત્યાં હાથ ધ્રૂજ્યો, ને રકાબી ખણખણી,
ને પછી બાએ જ આવી વાત સંભાળી હતી.

ઓઢણીનો એક છેડો સાવ ભીનો થઈ ગયો,
આંગળી પર એ ઘડી મેં કેટલી વાળી હતી!

ત્યાં સુધી તો જાતને મેં ધ્યાનથી ના જોઈ’તી,
એ પછી તો આયનામાં જાત મેં ભાળી હતી.

આજ વર્ષો બાદ પણ એ યાદ તાજી છે, પરાગ,
એ જ ક્ષણ મેં ફૂલ જેવી દિલમહીં પાળી હતી.

– પરાગ રતનપરા

#ગઝલ #પહેલીમુલાકાત #શરમ #પ્રેમ #સંભારણું #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstMeeting #Shyness #YoungLove #SweetMemories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખશા માટેઆગલો લેખ →ફૂલ પાથરું