← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફૂલ પાથરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો ફૂલ પાથરું રે, વાટે ફૂલ પાથરું,
કોઈ કાંટા વેરે તોય હું તો સાથરો સાથરું.

સરવર પાણીમાં કોઈ પથ્થર ફેંકે, ને કુંડાળાં થાય,
હું તો કુંડાળે કુંડાળે ઝીણું ચાંદરણું ચીતરાય;
વમળ ઊઠે તો ઊઠવા દઉં, હું તો તળિયે ઠરું રે…
હું તો ફૂલ પાથરું…

વેણ કડવાં કોઈ બોલે, એને મીઠડો દઉં જવાબ,
ભીંતે ભીંતે ગાળ લખે, હું ત્યાં ચીતરું ગુલાબ;
બદલો લેવાની વાત ક્યાં, હું તો ક્ષમાનું ઝરણું ઝરું રે…
હું તો ફૂલ પાથરું…

પરાગ કહે: મારી કને તો બીજું કશું યે નથી,
મારું શસ્ત્ર તો મ્હેક છે, જે ચાલે નહીં હાથથી;
કોઈ ઘા કરે તો ખુશ્બૂ થઈને એના ઘાવ પર ફરું રે…
હું તો ફૂલ પાથરું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપહેલી મુલાકાતઆગલો લેખ →સાથમાં