← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી કવિતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક કાગળ, એક કલમ, ને ધ્રૂજતો આ હાથ,
પહેલી કવિતા લખવા બેઠો, આખી જાગી રાત.

ચાંદ લખું તો લાગે જૂનો, ફૂલ લખું તો વાસી,
તારું નામ લખું તો કાગળ લાલ થઈ શરમાતી;
છેકું, ફાડું, ફરી લખું, ને દીવો બળે સંગાથ…
એક કાગળ…

આખી રાત ગઈ જાગીને, પરોઢ થયું ત્યાં જોયું,
કાગળ પર એક આંસુ પડ્યું, ને શબ્દ વગર એ રોયું;
એ આંસુએ લખી દીધી, જે ન કહી મેં વાત…
એક કાગળ…

પરાગ કહે: કવિતા આવે, ઘડીએ નહીં, ઝાકળે,
એ તો જાતે ઊતરે છે, ને બેસે કોરા કાગળે;
કવિ તો બસ ઊભો રહે છે, ખોલી બેઉ હાથ…
એક કાગળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅક્ષરનું અજવાળુંઆગલો લેખ →મા મળી જાય