પહેલાં પગલાં
આજે
ઘરમાં
પહેલાં પગલાં પડ્યાં —
પૌત્રીનાં.
દીવાલ પકડી,
એક ડગ,
બીજું,
ને પછી
ધબ્બ!
ઘરનાં સૌ દોડ્યાં,
પણ એ તો હસતી હતી,
જાણે ધરતીને
પહેલી વાર
ગલીપચી કરી હોય.
દાદાએ
ધીમેથી કહ્યું:
‘આવો, પધારો,
આ ઘર
તમારી જ રાહ જોતું હતું.’
ને ખરેખર,
વર્ષોથી
ખખડતી ભીંતો
આજે
મલકી ઊઠી.
– પરાગ રતનપરા