પડકાર
જિંદગી તો પડકાર, ભેરુ, જિંદગી તો પડકાર,
હાર્યા વિના જીત ક્યાંથી? ઊઠ, ને ઝીલ તું વાર…
ખેતરમાં કરા પડ્યા, ને મોલ બધો ઢળી ગયો,
બાપુએ તોય હળ ઝાલ્યું, ને નવો ચાસ પડી ગયો;
માટીનો માનવી હાર્યો નહીં, ભલે રૂઠ્યો કિરતાર…
જિંદગી તો પડકાર…
ચોપડી વેચીને ભણ્યો, ને દીવાના તેલે વાંચ્યું,
ફાટેલા ખિસ્સામાં મેં તો આખું આકાશ ખાંચ્યું;
પરીક્ષા પણ પૂછતી રહી, ‘કેટલો છે તું તૈયાર?’
જિંદગી તો પડકાર…
પરાગ કહે: પથ્થર વાગે તો ઝરણું ગાતું થાય,
ઠોકર ખાતો દીવો પણ અંધારે ગાતો જાય;
પડકાર વિના શું જીવવું? એ તો ઠાલો શણગાર…
જિંદગી તો પડકાર…
– પરાગ રતનપરા