← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પડઘો બની

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું ભટકતો રોજ, આખી ભીડનો પડઘો બની,
આંસુ થઈ આંખે ઝમું છું પીડનો પડઘો બની.

ડાળ કાપી કોઈએ, ને માળ પણ ઢળતો ગયો,
રાતભર ગુંજે ગગનમાં નીડનો પડઘો બની.

ખેતરે ખેડૂત ઝૂઝ્યો રાતદિન, ને આખરે
એક ઘેરો સૂસવાટો તીડનો પડઘો બની.

ચેનલે ચર્ચા ચડી, ને સૌ ઘરે ગુસ્સે થયા,
દેશ આખો ગાજતો’તો ચીડનો પડઘો બની.

આ ‘પરાગે’ ઘાસ વચ્ચે ફૂલ ખીલ્યું જોઈને,
મ્હેક થઈ ફેલાઈ ગ્યો એ બીડનો પડઘો બની.

– પરાગ રતનપરા

#ગઝલ #પડઘો #ભીડ #ખેડૂત #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Echo #VoiceInTheCrowd #FarmersPlight #Solitude #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખટપરીની ચાઆગલો લેખ →આયખું