પડદો પડે
ખેલ આખો જિંદગીનો, આખરે પડદો પડે,
ઘર તરફ પાછા વળો, ત્યાં ઉંબરે પડદો પડે.
‘રામ બોલો’ સાદ સાથે, ડાઘુઓ ચાલ્યા જતા,
ધૂમ્રસેરોમાં ઢળે, ને પાદરે પડદો પડે.
નાવડી લઈ જે ગયો'તો, એ જ ઘર ના આવતો,
જાળ, હોડી, ને હલેસાં, સાગરે પડદો પડે.
નર્તકીના પગ થિરકતા'તા હજી તો મંચ પર,
ઘૂઘરી તૂટી, પછી એ ઝાંઝરે પડદો પડે.
આ પરાગે ભૂમિકા સાચી કરી, બસ એટલું,
ક્યાં પડે, ક્યારે પડે એ? ઈશ્વરે પડદો પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનનાટક #મૃત્યુ #વિદાય #કરુણ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeAsAStage #FinalCurtain #Mortality #Tragedy #ParagRatanpara