← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાંપણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ક્યારનું એ આંસુ આવી ને અટક્યું પાંપણે,
સ્વપ્ન તારું પણ સવારે જો, લટક્યું પાંપણે.

આંખ ચોળી રાતભર, ને જળ ય સાર્યું ખૂબ, પણ
એ તણખલું યાદનું આવી ખટક્યું પાંપણે.

બાપની આંખે વિદાયે દીકરીના એક બુંદ,
સાચવી રાખ્યું ઘણું, તો પણ છટક્યું પાંપણે.

મેં મનાવ્યું મન ઘણું, કે એ હવે ના આવશે,
નામ એનું સાંભળી, ઝાકળ ઝટક્યું પાંપણે.

આ પરાગે ગામ, વન ને આભ સઘળાં ખૂંદિયાં,
ને પછી થાકી ગયું મન, તો ભટક્યું પાંપણે.

– પરાગ રતનપરા

#ગઝલ #આંસુ #સ્મરણ #વિદાય #સપનું #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #Memories #Farewell #Dreams #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખખારું થયુંઆગલો લેખ →માની પટારી