← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાછું આપો બાળપણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લઈ લો મારી ગાડી, બંગલો, લઈ લો સઘળો ઠાઠ રે,
પાછી આપો ગિલ્લી-દંડા, ને બા-બાપુની બાથ રે.

ના ઘડિયાળ, ના ફાઈલ-ફોન, ના કોઈ ચિંતા-ભાર,
સાંજ પડે ને માની બૂમે ઘર પહોંચે સરદાર;
ધૂળ ભરેલા પગ લઈ ઊંઘી જાતા, ના કોઈ ઉચાટ રે…
લઈ લો મારી…

કિટ્ટા કરતા સવારે, ને સાંજે બુચ્ચા પાક્કી,
ઝઘડા પળમાં ભૂલી જાતા, ના કોઈ ગાંઠ રાખી;
હવે ભાઈઓ કોર્ટે ચડે, ને વરસો ચાલે વાટ રે…
લઈ લો મારી…

પરાગ કહે: આ બાળપણ તો ક્યાંય ગયું ના, ભાઈ,
ભીતર બેઠું રાહ જુએ છે, ધૂળ ઉપર ઢંકાઈ;
એક વાર ખડખડાટ હસો, તો ખૂલે એનું કપાટ રે…
લઈ લો મારી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચૈત્રની રાતઆગલો લેખ →ટીમ-બિલ્ડિંગ