← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાછો ફરીશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાહ જોજે તું, સખી, આ ફાગણે પાછો ફરીશ,
ને પછી વરસાદ લઈ તુજ શ્રાવણે પાછો ફરીશ.

ગામ છૂટ્યું, ખેતરો ને ઓટલો પણ દૂર છે,
તોય ચકલી થઈ, ચણી, મા, આંગણે પાછો ફરીશ.

રાત આખી જાગશે તું, ઊંઘ ઊડી જાય તો,
સ્વપ્ન થઈ છાનો પછી તુજ પાંપણે પાછો ફરીશ.

તું સજે શણગાર સોળે, ને જુએ જો આયનો,
કાન પાસે ગણગણી એ દર્પણે પાછો ફરીશ.

ગંધ થઈ ઊડી ગયો છે આ પરાગે, તોય પણ
સાંજ ઢળતાં, ધૂળ થઈને, બારણે પાછો ફરીશ.

– પરાગ રતનપરા

#ગઝલ #વચન #પરદેશ #પ્રતીક્ષા #પાછાફરવું #પરાગરતનપરા
#GujaratiGhazal #APromise #ComingHome #Waiting #Homesick #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખરૂઝાય છેઆગલો લેખ →ખાડા