← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરે શોધ્યો ઘણો, ને ઈશ જોયો ઓટલે,
એક ભૂખ્યો બાળ ત્યાં રાતે ય રોયો ઓટલે.

સો ઘડા દૂધે નવાડ્યા શેઠજીએ દેવને,
ને ગરીબે આંસુએથી દેવ ધોયો ઓટલે.

ભક્તિમાં ડૂબ્યા, છતાં મન તો હતું જોડા મહીં,
મોક્ષ મળવો દૂર, ત્યાં જોડો ય ખોયો ઓટલે.

‘સૌ સરીખા’ ગાઈ ભજનો, એ જ ભક્તોએ પછી
એક મેલા વેશવાળાને વગોયો ઓટલે.

આ ‘પરાગે’ બાળ ભૂખ્યાંને જમાડ્યાં પ્રેમથી,
હાર ઈશ્વરનો ખરો તો મેં પરોયો ઓટલે.

– પરાગ રતનપરા

#ગઝલ #મંદિર #ભક્તિ #ગરીબી #માનવસેવા #પરાગરતનપરા
#GujaratiGhazal #TempleSteps #TrueDevotion #Poverty #ServiceIsWorship #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકોરો કાગળઆગલો લેખ →ઈશ્વર ક્યાં મળે?