← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊંઘમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાતભર મોજાં ઉછાળે એક સાગર ઊંઘમાં,
કોણ ખખડાવી જતું છમછમ જ ઝાંઝર ઊંઘમાં.

પાંખ ના’તી તોય ઊડ્યો, ભીંત ઓળંગી બધી,
હાથમાં આવી ગયું આખું ય અંબર ઊંઘમાં.

દૂર પરદેશે ઠરું છું એકલો હિમમાં, છતાં
માવડી ઓઢાડતી હળવેક ચાદર ઊંઘમાં.

જે જગા પર ઘર હતું, ત્યાં આજ તો રસ્તો થયો,
તોય પાછું રોજ ઊગે આપણું ઘર ઊંઘમાં.

જાગતાં જે ના લખાયું, એ પરાગે શું કરે?
રોજ ઊગે છે ગઝલનો એક અક્ષર ઊંઘમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #સપનું #ઊંઘ #મા #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #Sleep #Mother #Homeland #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખડાયટ-ચાર્ટઆગલો લેખ →મને હું ક્યાં મળું?