ઊંઘમાં
રાતભર જાગ્યા કરું, ને કોણ આવે ઊંઘમાં?
કોઈ મીઠું ગીત ગાતું, ને ઝુલાવે ઊંઘમાં.
બાળપણમાં ખોળલામાં જે પરી આવી હતી,
એ જ આજે પણ મને રોજે જગાવે ઊંઘમાં.
ઓફિસે જે ત્રાસ આપે એ ખરો, પણ રાતમાં
બોસ મારો ફાઈલો લઈ ને ડરાવે ઊંઘમાં.
ગામની એ ધૂળ, આંબા-ડાળ, ને નાની નદી,
બાળપણ આવી ફરી પાછું રમાડે ઊંઘમાં.
આ ‘પરાગે’ જાગતાં સૌને હસાવ્યા, ને છતાં,
કોઈ ભૂલેલું સ્મરણ રોજે રડાવે ઊંઘમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સપનાં #ઉજાગરો #બાળપણ #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #SleeplessNights #Memories #Childhood #ParagRatanpara