← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊનનો કોટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચૂંટણી આવી
એટલે વરુએ
ઊનનો કોટ સિવડાવ્યો.

ઘેટાંઓની સભામાં જઈ
એ બોલ્યું:
‘હું પણ તમારામાંનો એક છું,
જુઓ, મારી પાસે પણ ઊન છે!’

ઘેટાંઓએ
તાળીઓ પાડી,
હાર પહેરાવ્યા,
ને મત આપ્યા.

પાંચ વર્ષ પછી
ફરી ચૂંટણી આવી.

આ વખતે
વરુના કોટનું ઊન
વધારે જાડું હતું,
વધારે ઊજળું હતું —

ને સભામાં
ઘેટાં
થોડાં ઓછાં હતાં.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખનાનકડો દીવોઆગલો લેખ →પથ્થરમાં કૂંપળ