← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊગો રે સૂરજદેવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊગો રે ઊગો સૂરજદેવ, મારે આંગણ અજવાળાં,
અંધારાની ગાંઠ ઉકેલો, ખોલો મનનાં તાળાં.

ખેડૂ ઊભો ખેતર શેઢે, હળને જોડી હાથ,
ગાયું ભાંભરે ગમાણમાં ને પંખી ગાતાં સાથ;
કિરણ કિરણથી સીંચો, દેવા, ધરતીનાં રખવાળાં…
ઊગો રે ઊગો…

માના ચૂલે ઝબકી ઊઠે નાનકડી એક ઝાળ,
એમાં પણ તું જ બળે છે, ઓ આભલાના લાલ;
ઘરઘર તારાં ઘી-દીવા ને ઘરઘર તારી માળા…
ઊગો રે ઊગો…

પરાગ કહે: તું રોજ ઊગે, તોય ન થાકે, ન ચૂકે,
આખું આભ ભરી દે, પણ ના નામ કશે ય મૂકે;
એવું અમને દેજો, દેવા, ભીતરનાં અજવાળાં…
ઊગો રે ઊગો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતું ન હોત તોઆગલો લેખ →અભડાય છે