← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊઘડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૂર્ય ઊગે, ને કમળની પાંખડી જો ઊઘડે,
તો ઉદાસીમાં ઢળેલી ઓરડી જો ઊઘડે.

મ્હેલનાં તો દ્વાર ખૂલે, સો સલામો સાથમાં,
રોજ સૂરજ સાથ મારી ઝૂંપડી જો ઊઘડે.

એક પેટી માળિયે છે, બાપુએ જે સાચવી,
ખોલતાં, ત્યાં યાદ કેરી ગાંઠડી જો ઊઘડે.

ઘૂંઘટે ઢંકાઈ, ઢળતી પાંપણો શરમાય છે,
વાત તો ત્યારે બને, જ્યાં આંખડી જો ઊઘડે.

આ પરાગે શબ્દ વેર્યા, કોઈ આવે તો ખરા,
ધૂળ ખાતી માળિયે આ ચોપડી જો ઊઘડે.

– પરાગ રતનપરા

#ગઝલ #આશા #પ્રતીક્ષા #સ્મૃતિ #પુસ્તક #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Awaiting #Memories #Books #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખબનવું પડેઆગલો લેખ →પણ રામ છે