← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊડતી દીકરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલ લગ પિંજરે ઊડતી દીકરી,
આજ જો અંબરે ઊડતી દીકરી.

ઉંબરો લાંઘવાનો ય ના હક હતો,
એ જ આ ઉંબરે ઊડતી દીકરી.

પાંખ કાપી હતી રૂઢિઓએ ભલે,
સાત સો સાગરે ઊડતી દીકરી.

સાંકળો જે પગે બાંધતા'તા બધા,
આજ એ ઝાંઝરે ઊડતી દીકરી.

જોઈ, રાજી થયો આ પરાગે, હવે
ગીત થઈ વાયરે ઊડતી દીકરી.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #નારીશક્તિ #સ્વતંત્રતા #ઉડાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #WomenEmpowerment #Freedom #SpreadYourWings #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખચકો ચાલ્યો શહેરઆગલો લેખ →પાણી જેવું