← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓનલાઇન મંગાવજો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાજન, શ્હેરથી શું લાવવું? હવે પૂછવું શાનું, ભાઈ?
બધું ઓનલાઇન મંગાવજો, ને ડિલિવરીમાં થાજો રાજી, ભાઈ!

પહેલાં તો પાટણનાં પટોળાં, ને જામનગરની ચૂંદડી,
હવે તો ‘સેલ’માં આવે સાડી, ને કુરિયરમાં બંગડી;
દરવાજે ડિલિવરીવાળો, જાણે આવ્યો જમાઈ, ભાઈ…
બધું ઓનલાઇન મંગાવજો…

સાસુમા માગે ચશ્માંની ફ્રેમ, સસરા માગે લાકડી,
નણંદ માગે લિપસ્ટિકના રંગ, ને દિયર માગે નવી ચાખડી;
મારે તો બસ એક જ જોઈએ: ‘કાર્ટ’ ના થાય ખાલી, ભાઈ…
બધું ઓનલાઇન મંગાવજો…

પરાગ કહે: એક દિ’ સાજન ભૂલ્યો પાસવર્ડ ને પિન,
ઘરમાં જાણે ભૂકંપ આવ્યો, સૂનો આખો દિન;
ત્યારે ગોરી ગઈ બજારે, હાથે લાવી ભાજી, ભાઈ…
બધું ઓનલાઇન મંગાવજો…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખજુબાનીઆગલો લેખ →એવું પણ બને