ઓનલાઇન
ફેસબુક પર મિત્ર મારા આમ પાંચ હજાર છે,
ને ચિતાએ માંડ આવ્યા ગામના બસ ચાર છે.
હું સવારે સો જણાને ફૂલ મોકલતો રહું,
બાજુના ઘરનો પડોશી, ક્યાં કશો અણસાર છે?
ફોનમાં ‘મિસ યૂ’ લખે છે દીકરો પરદેશથી,
બાપની ખાંસી સુણી લે, એ જ સાચો પ્યાર છે.
ઓનલાઇન હું સદા, લીલી ઝળકતી રોશની,
ઓફલાઇન ઘર બધું, ને અંધ સૌ સંસાર છે.
આ પરાગે પણ ગઝલની ‘પોસ્ટ’ કીધી, ને હવે
એક ‘લાઇક’ પણ મળે તો સો ગણો ઉપકાર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સોશિયલમીડિયા #એકલતા #આભાસીમિત્રો #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SocialMediaLife #VirtualFriends #DigitalLoneliness #ParagRatanpara