ઓળખપત્ર
આધાર કાર્ડમાં હું છું,
પાન કાર્ડમાં હું છું,
પાસપોર્ટ, રેશનકાર્ડ,
બૅન્કની પાસબુક —
દરેકમાં
એક એક ફોટો,
એક એક નંબર.
પણ
ક્યાંક ખોવાઈ ગયેલો
પેલો છોકરો,
જે વરસાદમાં
કારણ વિના નાચતો હતો —
એનું
કોઈ ઓળખપત્ર નથી.
હું રોજ
એને શોધવા
ઑફિસે જાઉં છું,
ને સાંજે
ફાઈલ બંધ કરીને
એકલો
પાછો આવું છું.
– પરાગ રતનપરા