ઓળખાણ
ફોનમાં ડૂબ્યાં અમે, ને ફોનમાં ડૂબ્યા તમે,
એક થાળીમાં ભલે, પણ સ્ક્રીન સાથે સૌ જમે;
બેટરી ખૂટી અચાનક, નેટ પણ ચાલ્યું ગયું,
ને નજર મળતાં જ પૂછ્યું: ‘કોણ બેઠા છો તમે?’
– પરાગ રતનપરા
ફોનમાં ડૂબ્યાં અમે, ને ફોનમાં ડૂબ્યા તમે,
એક થાળીમાં ભલે, પણ સ્ક્રીન સાથે સૌ જમે;
બેટરી ખૂટી અચાનક, નેટ પણ ચાલ્યું ગયું,
ને નજર મળતાં જ પૂછ્યું: ‘કોણ બેઠા છો તમે?’
– પરાગ રતનપરા