ઓઢણી ઊડી
વાયરે મારી ઓઢણી ઊડી, જઈ બેઠી એની વાડ રે,
હવે હું કેમ કરી જાઉં લેવા, ગામ આખું પાડે રાડ રે!
કૂવે પાણી ભરવા ગઈ’તી, બેડલું માથે ભારી,
ઓઢણી ઊડી પતંગ થઈને, શરમે ગઈ હું મારી;
વાડે ઊગ્યાં ફૂલ ગુલાબી, ઓઢણી હસતી લાડ રે…
હવે હું કેમ…
ઓલ્યો આવ્યો, ઓઢણી ઝાલી, ધીમે ધીમે વાળી,
આંખ ઢાળી ઊભો રહ્યો, ને બોલ્યો નહીં વાત કાળી;
એની આંગળીઓની હૂંફ રહી ગઈ ઓઢણીની ગાંઠ રે…
હવે હું કેમ…
પરાગ કહે: આ ઓઢણી તો હતી સંદેશો કોરો,
વાયરો તો છે પ્રેમનો ટપાલી, ના કોઈ એનો ડોરો;
ઓઢણી પાછી આવી, પણ મન રહી ગયું એની વાડ રે…
હવે હું કેમ…
– પરાગ રતનપરા