ઓછો રાખજે ભાર
મનવા, ઓછો રાખજે ભાર,
નાની નાવ ને ઊંડાં પાણી, જાવું સામે પાર.
સોનું ભેગું, રૂપું ભેગું, ભેગા કીધા દાવ,
ખાલી હાથે આવ્યો'તો તું, ખાલી હાથે જાવ;
ભજન વિનાની ભીડમાં ખોયો હીરા જેવો સાર…
મનવા, ઓછો રાખજે ભાર.
વેર ને ઝઘડા, મોટપ ખોટી, બાંધ્યા પોટલે પોટ,
ઉપરવાળાના દરબારે કોઈ ન પૂછે કોટ;
એક જ પૂછે: ‘કોનાં આંસુ લૂછ્યાં તેં બે-ચાર?’
મનવા, ઓછો રાખજે ભાર.
પરાગ કહે: ફૂલ ખરે ને ખુશ્બૂ રહી જાય,
માણસ જાય ને પાછળ એનું વર્તન ગાતું ગાય;
હરિનું નામ જ હલેસું, બાકી સઘળો ભાર…
મનવા, ઓછો રાખજે ભાર.
– પરાગ રતનપરા