← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નોટિફિકેશન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માણસ
હવે
રણકે છે.

સવારે ઊઠતાં જ
એની હથેળી
ધ્રૂજે છે —
‘ટિંગ!’
કોઈએ લાઇક કર્યું.
‘ટિંગ!’
કોઈએ ફોરવર્ડ મોકલ્યું:
‘ગુડ મૉર્નિંગ, જીવન સુંદર છે.’

એ જીવન જોવા
બારી નથી ખોલતો,
સ્ક્રીન ખોલે છે.

રાતે
એની પત્ની પૂછે છે:
‘આજે મારી સાથે વાત કેમ ન કરી?’
એ જવાબ આપે છે:
‘તેં સ્ટેટસ તો મૂક્યું જ નહોતું.’

એક દિવસ
એનો ફોન બગડ્યો.

એ ચોવીસ કલાક
ઘરમાં ફર્યો,
બગીચામાં બેઠો,
મા સાથે ચા પીધી.

સાંજે
રિપેર થઈને ફોન આવ્યો,
અને
એણે પહેલું સ્ટેટસ મૂક્યું:
‘આજનો દિવસ
અદ્ભુત હતો.
#ડિજિટલડિટોક્સ’

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખવહેંચી દઈએઆગલો લેખ →કોરો હતો